• વેરાવળ, પોરબંદર અને દ્વારકામાં વાવાઝોડાની 24 કલાક સૂધી અસર રહેશે

ગરવીતાકાત અમદાવાદ: હવામાન વિભાગ મુજબ ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી 130 કિમી અને પોરબંદરથી 180 કિમી દૂર છે. સવારે 9 વાગ્યેથી વેરાવળમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. આવતીકાલે સવારે 9 વાગ્યે સૂધી આ વાવાઝોડું દ્વારકાથી દૂર ઓમાન તરફ ફંટાઈ જશે. જેથી હજૂ 24 કલાક ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

દિશા બદલાઈ રહી હોવા છતાં જોખમ હજુ પણ યથાવતઃ હવામાન વિભાગ: જ્યારે આ સિવાય હવામાન વિભાગ, અમદાવાદના સાયન્ટિસ્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ‘વાયુ’ વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવનો ફુંકાશે. વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. વાવાઝોડાની દિશા બદલાઈ રહી હોવા છતાં જોખમ હજુ પણ યથાવત છે, કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને પવન પણ ફૂંકાશે.

સંભવિત ‘વાયુ’ સાયક્લોન
13-06 સવારે 9 વાગ્યેથી વેરાવળમાં અસર શરૂ થઈ
13-06 બપોરે-12 વાગ્યે પોરબંદર નજીક પહોંચશે
13-06 બપોરે-3 વાગ્યે પોરબંદર પાસેથી પસાર થશે
13-06 સાંજે 6 વાગ્યા સુધી પોરબંદર નજીક અસર કરશે
13-06 રાત્રે 9 વાગ્યે પોરબંદરથી દ્વારકા તરફ આગળ વધશે
14-06 રાત્રે 12 વાગ્યે દ્વારકા નજીક પહોંચશે
14-06 સવારે 3 વાગ્યે દ્વારકાથી પસાર થશે
14-06 સવારે 6 વાગ્યે દ્વારકાથી ધીમે-ધીમે આગળ વધશે
14-06 સવારે 9 વાગ્યે દ્વારકાથી દૂર ઓમાન તરફ ફંટાશે

સવારે 9 વાગ્યેથી વેરાવળમાં અસર શરૂ થઈ: વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ સોમનાથ-વેરાવળમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર જ ઉભા કરાયેલા શેડને નુકસાન પહોંચ્યું છે. શેડના પતરા ભારે પવનને કારણે ઉડતા લોકોમાં ભયનો માહલો ઉભો થયો હતો.