તલોદ પો.સ્ટે.ના ગુન્હાનાઆરોપીને ઝડપી પાડતી હિંમતનગર A ડીવીઝન પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૨૩)

સાબરકાંઠા જિલ્‍લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્‍ય રવિન્‍દ્ર મંડલીક સાહેબ એ સાબરકાંઠા જિલ્‍લામાં નાસતા ફરતા પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા અંગેની ડ્રાઇવ રાખેલ હોઇ. જે આધારે ના.પો.અધિ. શ્રી કે. એચ. સુર્યવંશી સાહેબ હિંમતનગર વિભાગ એ નાસતા ફરતા આરોપી પકડવા અંગે સુચના તથા માર્ગદશન આપતાં જે આધારે ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેક્ટર શ્રી એસ.ડી.ચાવડા ની સાથે સર્વેલન્સ સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

એ.એસ.આઇ. કૌશિકકુમાર કાન્‍તીલાલને ખાનગીરાહે બાતમી મળેલ કે તલોદ પો.સ્‍ટે. થર્ડ ગુ.ર.નં.૫૨૩૩/૨૦૧૮ ધી ગુજ.પ્રોહી એકટ કલમ-૬૫ઇ, ૧૬બી, ૯૮(૨) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી જગદીશ ઉર્ફે જગો કાન્‍તીભાઇ ગામેતી હાલ રહે. ગાયત્રી મંદિરની પાછળ, ભાડાના મકાનમાં, હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે. બોર કા પાની (તલૈયા), ગામેતી ફળીયુ, તા. બીંછીવાડા, જી.ડુંગરપુર રાજસ્‍થાનનો હાલમાં હિંમતનગર ખાતેના તેના ઘરે આવેલ હોવાની હકીકત મળતાં જે બાતમી આધારે તે જગ્‍યાએ જતાં ઉપરોકત ઇસમ તેના ઘરની બહાર સુતેલો હતો તેને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.