નડિયાદ-લોકડાઉન સંદર્ભ માઇગ્રેટ શ્રમિકોની પરિસ્થિતિ સંબંધમાં નામ. સુપ્રિમ કોર્ટમાં સુઓ મોટો રીટ પીટીશન નંબર-૦૬/૨૦૨૦ દખલ થયેલ છે. નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થળાંતરિત શ્રમિકોને થતી સમસ્યાઓ અને મુશ્કેલીઓની પરિસ્થિતિઓ સંબંધમાં રાજ્ય સરકારો પાસેથી વિગતવાર માહિતી માંગેલ હતી.
જિલ્લામાં પરત ફરેલ સ્થળાંતરીત શ્રમયોગીઓ મદદ માટે શ્રમ આયુક્તની કચેરીનો સંપર્ક કરી શકશે
રાજ્ય સરકારો અને કેંન્દ્ર સરકારે રજુ કરેલ વિગતોના આધારે નામ.સુપ્રિમ કોર્ટનાં તા.૦૯/૦૬/૨૦૨૦ હુકમથી શ્રમિક સંબંધમાં કેટલાક પગલાં ભરવા રાજ્યોને નીચે મુજબ સુચનાઓ આપેલ છે.જે મુજબ (૧)ગુજરાતના વતની હોય તેવા અન્ય રાજ્યોમાંથી પરત ફરેલ સ્થળાંતરીત શ્રમયોગીઓને લાભકારક હોઇ તેવી સરકારશ્રીની તમામ યોજનાઓની જરૂરી જણકારી મળી રહે તેમજ રોજગારની તકો અને રોજગાર સંબંધિત જાણકારી મળી રહે અને (૨)ખેડા જિલ્લામાં પરત ફરેલ સ્થળાંતરીત શ્રમયોગીઓ પૈકી જે શ્રમયોગીઓ તેમના રોજગારના સ્થળે પાછા માંગતા હોઇ તેમને જરૂરી મદદ પુરી પાડવા.ઉક્ત બંને સૂચનાઓ મુજબ ખેડા જિલ્લામાં મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી,સ્ટેટ બેંકના મેડા ઉપર, સ્ટેશન રોડ,નડિયાદ.જિ-ખેડા ખાતે હેલ્પ ડેસ્ક સેન્ટરની રચના કરવામાં આવેલ છે.
જેમાં આવા કોઇ શ્રમયોગીઓને ઉપર પૈકી કોઇ મદદની જરૂરીયત માટે સવારે ૧૧/૦૦ કલાકથી સાંજના ૦૬/૦૦ કલાક દરમ્યાન મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી, નડિયાદ,જિ-ખેડા, ફોન નં-૦૨૬૮-૨૫૬૧૭૮૭ હેલ્પ ડેસ્ક સેન્ટરના ટેલીફોન ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.