પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર
ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં સતત વરસતા વરસાદ ધીમો પડતા ગામડા માં માટી ના અને પાકા મકાનો પાડવાનો શિલ શિલો યથાવત જોવા મળ્યો છે એવીજ રીતે ગઈ કાલ રાત્રે ધીરે ધીરે કહેર ઉભી કરી છે ત્યારે બાયડ તાલુકાના વોટડા ગામે ત્રણ મકાન ધરાશાયી  થયા હતા મકાનનો કાટમાળ નીચે ધડાકા ભેર પડતા ગામ ના લોકો દોડી આવ્યા હતા અને અફડાતફડી મચી ગઇ હતી જ્યારે ગામ ના સરપંચ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને  કાટમાળ ની તપાસ કરતા કોઈ જાન હાની થઈ નથી જાણી ને રાહત નો શ્વાસ લીધો હતો જે ત્રણ મકાનો ધરાશાયી થયા તે વોટડા ગામ વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ મોતીભાઈ થોરી કેશાભાઈ પુનાભાઈ પરમાર અભેસિંહ મંગળસિંહ પરમાર ના મકાનો ધરાશાયી થતાં ભારે દોડ ધામ મચી હતી અને વોટડા ગ્રામ પંચાયતના સરપંચે યોગ્ય આશ્વાસન આપ્યું હતું.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી