પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવી તાકાત, મહેસાણા: ચિત્રોડીપુરા ગામ નજીકના માર્ગે સાઈડ બાબતે ઝઘડો કરી એક ગાડીના ચાલક સહિત ત્રણ જણાએ તકરાર કરી માથામાં ધોકો ફટકારી ઈજાઓ પહોંચાડતાં એક મહિલા સહિત ત્રણ જણા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી.

ફરિયાદી રસિકભાઈ માનસીભાઈ રહે. દેલા જેઓની સાથે ગઈકાલે ચિત્રોડીપુરાના માર્ગે જતાં જી.જે ૦૨ સી.જી ૯૭૮૪ નંબરની ગાડીના ચાલકે સાઈડ બાબતે તકરાર કરી હતી. તું.. તું.. મૈં.. મૈં.. ની નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. સાઈડ બાબતે થયેલ ઝઘડોમાં એક મહિલાએ રસિકભાઈને પકડી રાખી ત્રીજાએ ધોકાથી માર માર્યો જેથી માથાના તથા કપાળના ભાગે ધોકો વાગતાં ઈજાઓ પહોંચી હતી. આ બાબતે એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ જણા વિરૂદ્ધ રસિકભાઈ ચૌધરીએ અજાણ્યા ગાડી ચાલક (ગાડી નં. જી.જે. ૦ર સી.જી ૯૭૫૪ સહિત મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ગાડીના ચાલક અને એક મહિલા સહિત ત્રણ જણા સામે કાનૂની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: