દીલ્લીમાં હવાલા રેકેટ સાથે સંકળાયેલા ચીની નાગરિક વિશે મોટી માહિતી બહાર આવી રહી છે. મળતી માહિતી મુજબ એક ચીની નાગરીકની ઈન્કમ ટેક્ષ દ્વારા ધરપકડ કરાઈ છે, પકડાયેલો આ ચીની વ્યક્તિ તિબેટીયન લામાઓને લાંચ આપતો હતો, અને દલાઈ લામા અને તેના સાથીઓ વિશેની માહિતી એકત્રીત કરતો હતો.

મંગળવારે દિલ્હીમાં ઇન્કમટેક્સના દરોડા દરમિયાન લ્યુઓ સંગની ધરપકડ કરવામાં આવી હતી, જે ફર્જી ડોક્યુમેન્ટ બનાવી ભારતમાં ચાર્લી પેંગના નામે રહેતો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર જાસૂસીના કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે.

ઈન્કમ ટેક્ષ વિભાગે અન્ય તપાસ એજન્સીઓને જણાવ્યું છે કે લુઓ સંગની ઓફીસમાં કાર્યરત કર્મચારીઓને તિબેટી લામાઓને લાંચની રકમ આપવામાં આવી હતી, વિભાગે કહ્યું કે કુરિયર કંપનીએ સ્વીકાર્યું છે કે તેના દ્વારા રોકડ વ્યવહાર કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ આખી ગેંગ ચીન સાથે સંપર્ક કરવા માટે ચીની એપ ‘વી ચેટ’ નો ઉપયોગ કરતા હતા. ઈન્કમ ટેક્સ વિભાગના લોકો દીલ્હીમાં રહેતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ શોધ કરી રહ્યા છે, જેની સહાયથી 40 બેંક ખાતાઓ ચાલી રહ્યા હતા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે,  પરંતુ તેની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

2014 માં ભારત આવ્યો હતો લુઓ સંગ

તપાસમાં બહાર આવ્યું છે કે 2014 માં લુઓ નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો. ભારત આવ્યા પછી લુઓ સંગે એક મિઝોરમની મહિલા સાથે લગ્ન કર્યા અને મણિપુરથી ભારતની નાગરિકતા મેળવી અને નકલી પાસપોર્ટ પણ બનાવ્યો. આ પછી લુઓએ ચાર્લી પેંગના નામે આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યું.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ 40 બેંક ખાતાઓ દ્વારા 300 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. કેટલીક ચીની કંપનીઓનો ઉપયોગ વ્યવહારો માટે કરવામાં આવ્યો છે, જેમાંથી કેટલીક ટ્રેસ કરવામાં આવી છે .ઈન્કમ ટેક્સ વિભાગે તેની તપાસમાં શોધી કાઢ્યુ છે કે ઘણી મોટી ચીની કંપનીઓ દ્વારા નાની ચાઇનીઝ કંપનીઓના બનાવટી ખરીદીના ઓર્ડર જારી કરાયા હતા. જેના આધારે નાની કંપનીઓએ બનાવટી બીલો તૈયાર કર્યા હતા. ગત સપ્તાહે આ મામલાને લઈને આવકવેરા વિભાગે દિલ્હી અને એન.સી.આર.ના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.

બીજા સાથે સમાચાર શેર કરો.