ગરવીતાકાત,અમદાવાદ: અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધ વચ્ચે શરમજનક મામલો સામે આવ્યો છે. પિતા પોતાની જ સગી નવ વર્ષીય દીકરી સાથે ત્રણ મહિનાથી દુષ્કર્મ કરી રહ્યો હતો

અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધ વચ્ચે શરમજનક મામલો સામે આવ્યો છે. પિતા પોતાની જ સગી નવ વર્ષીય દીકરી સાથે ત્રણ મહિનાથી દુષ્કર્મ કરી રહ્યો હતો. માતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.જાણકારી મુજબ આ ઘટના શહેરના વટવા ક્ષેત્રની છે. આ એક મુસ્લિમ પરિવારના વડા પોતાની પત્ની અને ત્રણ સંતાનોની સાથે રહે છે. તેઓ રિક્ષા ચલાવતા હતા. મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પહોંચીને જણાવ્યું કે એની નવ વર્ષની દીકરીએ કહ્યું કે એના પિતા એની સાથે ગંદો વ્યવહાર કરતા હતા. પરંતુ દીકરીએ ધ્યાન નહીં આપ્યું. રવિવાર રાત્રે બધા ઘરે સુતા હતા, ત્યારે તે રસોડામાં ગઈ તો એનો પિતા ત્યારે એની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. અને જોયા બાદ હાથ જોડવા લાગ્યા હતા.

દીકરીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી એના પિતા દુષ્કર્મ કરી રહ્યા છે.વટવા પોલીસ સ્ટેશનના પ્રભારી એચવી સિસારાએ મંગળવારે જણાવ્યું કે માતાની ફરિયાદ બાદ દીકરીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, જેમાં દુષ્કર્મની પુષ્ઠિ કરવામાં આવી છે. બાદ ફરાર આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી. એમણે જણાવ્યું કે પિતાનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટીમે ઘરેથી પિતાના કપડા સહિત નમૂના લીધા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.