ગરવીતાકાત,અરવલ્લી: બાયડ પોલીસ સ્ટેશનથી માંડ ૫૦૦ થી ૭૦૦ મીટર દૂર નંદ કોમ્પ્લેક્ષમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને ગેસ કટરથી કે અન્ય સાધન વડે  મોડી રાત્રે તસ્કરોએ એટીએમ તોડી ૩૨.૮૧ લાખ રૂપિયા રોકડા અને એટીએમનો કિંમતી સમાન મળી કુલ રૂપિયા ૩૫૮૧૪૦૦/-ની  મત્તા લઇ ફરાર થઇ ગયા હતા. એટીએમ લૂંટની ઘટના બનતા અને બીજા દિવસે બાયડમાં ધોળે દહાડે આંગડિયા પેઢીના કર્મચારી પર જીવલેણ હુમલો કરી ૨ લાખથી વધુની રોકડ લૂંટી લેવાતા ૨૪ કલાકના સમયગાળામાં બાયડમાં બેનેલી બે લૂંટની ઘટનાને પગલે જીલ્લા પોલીસતંત્ર ઊંધા માથે પછડાયું જીલ્લા પોલીસવડા એ જીલ્લા એલસીબીને તપાસ સોંપી જુદી જુદી ટીમો બનાવી એટીએમ ચોરીની ઘટનામાં સંડોવાયેલા હરિયાણાના ૨ શખ્શોને ઝડપી પાડી મહદંશે સફળ રહી છે

પ્રોબેશનલ ડી.વાય.એસ.પી આઈ.એન.પરમાર પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે આ ગેંગ એટીએમ ચોરી કરવા માટે સ્વીફ્ટ કારનો ઉપયોગ કરવાની સાથે

કોઈને શક ન જાય અને પોલીસતંત્રની નજર થી બચવા યુવતી સાથે રાખી એટીએમ મશીન ગેસકટર થી કાપી કારમાં ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું એટીએમ ચોરીનો ભેદ આજુબાજુમાં રહેલા સીસીટીવી કેમેરા અને વાત્રક ટોલપ્લાઝા સહીત અન્ય ટોલપ્લાઝા પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલવામાં જીલ્લા એલસીબી પીઆઈ નાગજી રબારી અને તેમની ટીમને સફળતા મળી હતી જીલ્લા એલસીબી પોલીસે સ્વીફ્ટ ડિઝાયર કાર (ગાડી.નં-HR 26 BT 1206 ) નંબરના આધારે હરિયાણા ગુડગાંવ નજીકથી કાર સાથે પસાર થતા બે આરોપીઓને દબોચી લીધા હતા એટીએમ લૂંટનો મુખ્ય આરોપી અને સોનુ નામની યુવતીને પકડવા તજવીજ હાથધરી હોવાનું જણાવ્યું હતું

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે જાહીદખાન ઇસલામુદ્દીન મુસલમાન( રહે,ઉતાવડ઼ ,હરિયાણા) અને મોમીનખાન કયુમખાન મુસલમાન (રહે,જલાલપુર, હરિયાણા) ની ધરપકડ કરી ગુન્હામાં વપરાયેલ સ્વીફ્ટ ડિઝાયર કાર કીં.રૂ.૫૦૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી એટીએમ ચોરીનો મુખ્ય આરોપી સોકતખાન દિન મોહમ્મદ મુસલમાન (રહે,ઉતાવડ઼, હરિયાણા) અને સોનુ નામની યુવતી નું નામ ખુલતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: