ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી હારીજ પોલીસ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,હરીજ(તારીખ:૧૯)

તા.૧૯/૧૨/૨૦૧૯ ના રોજ મે. પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ(IPS) સા.નાઓની મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ કરેલ સુચના આધારે તથા મે. ના.પો.અધિ. શ્રી એચ. કે.વાઘેલા સા. નાઓના માર્ગદર્શન હેઠળ હારીજ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એ.બી.ભટ્ટ તથા સે.પો.સબ.ઇન્સ.શ્રી વી.જે.પરમાર તથા અનાર્મ હેડ.કોન્સ. રાજુભાઇ જયરામભાઇ તથા અ.હેડ.કોન્સ. ખોડાજી સોમાજી તથા અ.હેડ કોન્સ. અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા આ.પો.કોન્સ.બીપીનભાઇ વજુભાઇ તથા અ.પો.કોન્સ. વિજયભાઇ લગધિરભાઇ વિગેરે નાઓ ખાનગી વાહનમાં હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ તથા દારૂ જુગારની બદી અટકાવવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કાઠી ગામે આવતાં સાથેના અ.હેડ કોન્સ. અબ્દુલકૈયુમ મીરસાબખાન નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, હારીજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૬૫/૨૦૧૯ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામે હારીજ સર્વોદય હાઇસ્કુલમા થયેલ ઘરફોડ ચોરી ઠાકોર શૈલેષજી ચિનાજી રહે, કાઠી તા.હારીજ જી.પાટણ તથા ઠાકોર વિક્રમજી સવશીજી રહે,ખાખલ તા.હારીજ જી.પાટણ વાળા નાઓએ કરેલ છે. જે હકિકત આધારે બન્ને ઇસમોને લાવી વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં આ કામે ચોરાયેલ મુદામાલ તેઓ બન્ને જણાઓએ તા. ૧૯/૧૧/૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે હારીજ સર્વોદય હાઇસ્કુલ માંથી ચોરેલ હોવાનું જણાવેલ અને સદરી મુદામાલ રામનગર (ખાખલ) ગામેથી નદીઉતાર ગામે નદીમાંથી જવાના રસ્તામાં રેતીમાં ખાડો ખોદી કોથળામાં ભરી દાટેલ હોવાની કબુલાત કરતાં સદરી જગ્યાએ જઇ તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદામાલ LCD નંગ-૦૩ કિ.રૂ.૯૦૦૦/- તથા CPU નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા માઉસ નંગ-૦૨ કિ.રૂ.૩૦૦/-કિ બોર્ડ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/- નો મળી આવતા પંચાનામાની વિગતે કબજે કરવામાં આવેલ તથા બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે બાબતે વધુ તપાસ સેકન્ડ પો.સ.ઇ શ્રી વી.જે.પરમાર હારીજ પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે.

તસ્વીર અહેવાલ કપીલસિંહ બહુચરાજી 

શેર કરવા અહીં ક્લિક કરો.