ગરવીતાકાત.(તારીખ:૧૫)

હળવદ પંથકમાં ઓણસાલ ચોમાસુ વિદાય લેવા નું નામ જ લેતું હોય તેમ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતા માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હળવદ પંથકમાં કમોસમી વરસાદને કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે તેવામાં આજે હળવદ તાલુકા ભાજપ મંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી તાલુકાના સુરવદર ગામે વરસાદને કારણે સો ટકા પાક નિષ્ફળ ગયો છે જેથી રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સહાય ચુકવવામાં આવે તેની માંગ કરાઇ છે.

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ સુકાઈ ગયો છે તેવામાં ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર સામે દેખાવ કરી વળતરની માગણી કરી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકા ભાજપ મંત્રી નયન પટેલએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે હળવદ તાલુકાના સુરવદર ગામે મોસમનો ૫૦ ઈચથી વધુ વરસાદ પડ્યો છે જેથી ખેડૂતો તેમજ ખેત મજુરો અને પશુપાલકોને ભારે નુકસાની થવા પામી છે.

જેથી રાજ્ય સરકાર દ્વારા કૃષિ નિષ્ણાતો પાસે નુકસાની થયેલ પાક નો સર્વે કરાવવામાં આવે અને પશુપાલકોને કેસ ડોલ વળતર પેટે ચૂકવવા માંગ કરાઇ છે. આ અંગે તાલુકા ભાજપ મંત્રી નયન પટેલએ વધુમાં જણાવ્યું હતું કે હળવદમાં કમોસમી વરસાદને કારણે તાલુકાને લીલો દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતોની માંગણીઓને સંતોષી ખેડૂતોની સમસ્યા હલ કરવામા આવે તેવી અમારી માંગ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.