ગરવીતાકાત અમદાવાદ:રાજસ્થાન પોલીસનો સ્ટેટ વિજિલન્સની ટીમ પર ગંભીર આક્ષેપ સ્ટેટ વિજિલન્સની ટીમ રાજ્ય પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજસ્થાન પોલીસે લૂંટનો ગુનો દાખલ કરવાની ધમકી આપી  રાજ્ય પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આવતી સ્ટેટ વિજિલન્સની ટીમ પર રાજસ્થાન પોલીસે ગંભીર આરોપ લગાવ્યા છે. રાજસ્થાન પોલીસ આક્ષેપ કર્યો છે કે, દારૂનો કેસ બતાવવામાં માટે સ્ટેટ વિજિલન્સની ટીમે રાજસ્થાન આવી દારૂ ભરેલી ટ્રક ગુજરાતમાં લઈ ગયા હતા. રાજસ્થાનમાંથી ટ્રક લઈ જવા મામલે રાજસ્થાન પોલીસે લૂંટનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.