ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લા ના બાયડ તાલુકાના બાયડ સુંદરપુરા અને ચોઇલા રામજીમંદિર ખાતે ગુરુપૂર્ણિમા ના દિવસે  ગુરુચરણ સ્પર્શ કરી ને ભકતો એ સંતો ના આશિર્વાદ મેળવ્યા હતા જેમાં બાયડ તાલુકા માં આવેલ  બાયડ સુંદરપુરા અને ચોઇલા ગામે અનેક ભકતો શિષ્યો ગુરુ સમાન સંતોના આશિર્વાદ મેળવ્યા હતા બાયડ સુંદરપુરા અને ચોઇલા ગામે તાલુકા માંથી અને આજુ બાજુ ના ગામો માંથી હજારો ની સંખ્યામાં ભકતો સંતો ના આશિર્વાદ લેવા માટે ઉમટી પડયા હતા ત્યારે ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો ગુરુપૂર્ણિમા એટલે ગુરૂ શિષ્ય નો મેળાપ સંતો દ્વારા મળતા શબ્દો નો શિષ્ય ઉચ્ચારણ કરે તોય ભવસાગર તરી જાય તેવા પુરાણોમાં કહી રહ્યા છે. જો ગુરુપૂર્ણિમા ના પાવન અવસર પર બાયડ સુંદરપુરા રામજી મંદિર અને ચોઇલા રામજીમંદિર દ્વારા આવેલ ભકતો માટે મહા પ્રસાદી નું ખુબજ સુંદર આયોજન અને ત્રણે ગામો માં ભજન મંડળીઓ થી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું અને ગામ ભક્તિ મય વાતાવરણ માં ફેરવાઈ ગયા હતા