આ ફીલ્મની ડીસ્ક્લૈમરમાં જણાવવામાં આવ્યુ છે કે આ ફિલ્મ ફ્લાઇટના લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાના જીવનની ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મ બનાવવામાં સર્જનાત્મક સ્વતંત્રતા લીધી છે. સિનેમાના અભિવ્યક્તિઓ માટે નાયકીયતાનો આશરો લેવામાં આવ્યો છે.

છતા પણ નેટફ્લીક્ષ પર ગુંજન સક્સેના: કારગીલ ગર્લ જાનવી કપુર સ્ટારર 12 ઓગસ્ટના રોજ રીલીઝ થતાની સાથે તેને લઈ વિવાદો ઉભા થઈ ગયા છે. ભારતીય વાયુ સેના દ્વારા કહેવાયુ છે કે,આ ફિલ્મના અમુક દ્રશ્યોને લઈ પોતાની આપત્તી જાહેર કરી છે, તેમના દ્વારા કહેવાયુ છે કે વાયુસેનામાં તેના કામકાજની રીત,લીંગ આધારીત ભેદભાવને ખોટી રીતે દર્શાવવામાં આવ્યુ છે.

SSR આપઘાત કેસ, નેપોટીઝમથી લઈ હવે રીયા ચક્રવર્તી તરફ વળાંક

ગુંજન સક્સેનાએ પોતાના જીવનના અનુભવને મીડીયામાં શેર કરતા જણાવ્યુ છે કે, તેમને પોતાના ઓફીસર,સુપરવાઈઝર, અને કમાન્ડીગ ઓફીસરોનો સહયોગ મળતો હતો. લૈગીંક ભેદભાવ ઉપર વધુમાં તેમણે જણાવ્યુ છે કે મેે જ્યારે આર્મ ફોર્સ જોઈન કર્યુ ત્યારે સંગઠનાત્મક રીતે કોઈ ભેદભાવ નહતો, પરંતુ હા વ્યક્તિગત રૂપે કોઈ પણ બે વ્યક્તિ સમાન ના હોઈ શકે. અને પુ્ર્વાગ્રહ સંગઠનાત્મક સ્તરે નથી એટલે અલગ અલગ મહિલા અધિકારીઓના અનુભવ પણ અલગ અલગ હશે. અને કેટલાક સાથે તેમને મહિલા હોવાના કારણે પુર્વાગ્રહ અને ભેદભાવનો સામનો પણ કરવો પડ્યો હતો. ફીલ્મકારે ભલે તેમની સર્જાનાત્મકતાઓ ઉપયોગ કર્યો છે પણ કઈ પણ જોડ્યુ નથી કે ઘટાડ્યુ નથી.

ગુંજનની કોર્સમેટ વિધા રાજને ઉઠાવ્યા સવાલ

આ વિવાદોમાં હવે રીટાયર્ડ લેફ્ટીનન્ટ શ્રી વિધા રાજન પણ જોડાઈ ગયા છે. તેમને ફીલ્મની તથ્યાત્મક જાણકારીઓ ઉપર પ્રશ્નો ઉભા કર્યા છે, જેમાં તેમનુ કહેવુ છે કે એરફોર્સ એકેડેમી અને હેલીકોપ્ટર ટ્રેનીંગ સ્કુલમાં તેમને ગુંજન સાથે જ ટ્રેનીગ કરી હતી.અમારા બન્ને નુ પોસ્ટીંગ 1996 માં ઉધમપુરમાં થઈ હતી પરંતુ ફિલ્મમાં એમ બતાવવામાં આવ્યુ છે કે, યુનીટમાં ગુંજન સક્સેના એક જ મહિલા હતી. 

શ્રી વિધા રાજન કહે છે કે કારગીલ ઓપરેશનમાં ગુંજન સક્સેના એકમાત્ર મહિલા પાયલટ હતી જે પણ ખોટુ છે, અમારા બન્નેની પોસ્ટીંગ ઉધમપુરમાં થઈ હતી અને કારગીલ કોન્ફ્લીક્ટ થયુ ત્યારે ઉડાન ભરવા વાળી પહેલી મહિલા હુ જ હતી.

Contribute Your Support by Sharing this News: