ભાવનગરના એવી સ્કૂલ મેદાનમાં અજણાય બે શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે ફાયરિંગ હવામાં થતા પોલીસ રથયાત્રાના સમયમાં દોડતી થઈ હતી.
ભાવનગર: ભાવનગરના એવી સ્કૂલ મેદાનમાં અજણાય બે શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે ફાયરિંગ હવામાં થતા પોલીસ રથયાત્રાના સમયમાં દોડતી થઈ હતી. પોલીસ તાબડતોબ એક્સનમાં આવી જતાં એક યુવકને લાયસન્સ વગરની ગન સાથે ઝડપી લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે ભાવનગર શાહરમાં રથયાત્રાના માહોલ વચ્ચે જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. શહેરના એવી સ્કૂલ મેદાન ખાતે કોઈ બે શખ્સોએ જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના બનાવ બાદ પોલીસ દોડતી થઈ હતી. ઘાડે ધાડા ઊલીસના એવી સ્કૂલ મેદાનમાં ઉતારી દીધા હતા. પોલીસનું તરત એક્શન પાછળ આવી રહેલી રથયાત્રા અને 22 તારીખે સીએમ વિજય રૂપાણીના આગમન કારણભૂત માની શકાય છે.

જોકે બનાવ બાદ ડીવાયએસપી મનીષ ઠાકર અને સી ડિવિઝન પોલીસ દોડતી થઈ હતી. એક વ્યક્તિને ઝડપી પણ લેવામાં આવ્યો છે. ફાયરિંગ શા માટે થયું તેનો જવાબ શોધવા પોલીસ બીજા શખ્સને પણ શોધી રહી છે. પ્રાથમિક માહિતી ડીવાયએસપી દ્વારા જણાવ્યા પ્રમાણે જવાહર મેદાનમાં માથાકૂટ બાદ મામલો એવી સ્કૂલ સુધી પોહચ્યો હતો. જ્યાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ બ્રિજરાજસિંહ નામના યુવકે કર્યું હતું તેની સાથે રહેલા દિવ્યરાજ સિંહ અને અન્ય બે શખ્સો પણ હતા.

પોલીસે હાલ ગન સાથે બ્રિજરાજસિંહને ઝડપી લેવાયો છે. બ્રિજરાજસિંહએ યાસીન નામના યુવક સાથે માથાકૂટ થતા હવામાં ફાયરિંગ કર્યું હતું. યાસીન દ્વારા સી ડિવિઝનમાં ફરિયાદ માટે મોડી રાત્રે કાર્યવાહી કરવામાં આવી હતી. રથયાત્રા સમયે નાની એવી વાતમાં શહેરમાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ પોલીસ માટે લાલબત્તી સમાન બની જાય છે.

બીજા સાથે સમાચાર શેર કરો.