ગુજરાતઃ ST નિગમના કામદારોને મે માસનો પુરેપુરો પગાર મળશે

ગમ્યું તો આગળ શેર કરો.

કોરોના મહામારીના કપરા સમયે લોકડાઉન-૪ માં એસટી નિગમ દ્વારા ૧૫ ટકા સંચાલન શરુ કરેલ હતુ. આ સમયે અન્ય મોટાભાગના કર્મચારી જે પોતાની ફરજ ઉપર એક યા બીજા કારણોસર હાજર થઈ શક્યા નહોતા તેઓની સંપુર્ણ હાજર ગણી ગેરહાજર દિવસોમાં જે-તે કર્મીઓનાં ઓફ કે પી.એચ.ભરવા નહી તેવો પરિપત્ર કરાયો છે. આ આવકારદાયી નિર્ણય માટે રાજ્ય સરકાર તેમજ સેન્ટ્રલ સંકલન સમિતિનાં આગેવાનોએ ખૂબ જ પ્રંશશનીય કાર્ય કર્યુ હોવાનુ પાલનપુર એસટી સંકલન સમિતિનાં કન્વિનર દિપકભાઈ એસ.નાયકે જણાવ્યું હતું. સુધી ની ઓફ અને હોલીડે ભરવાના વિરોધમાં સેન્ટ્રલ ઓફીસમાં વારંવાર રજુઆત કરેલ અને તે અંગે વહીવટે હૈયાધારણ પણ આપેલ કે કામદારને નુકશાન થવા દેવોમાં આવશે નહીં. આ સમયગાળામાં ઓછુ સંચાલન ચાલુ કરાયુ હોવાથી દરેક કર્મચારીને નોકરી આપી શકાય તેમ નહોતુ ઉપરાંત ઉપરોક્ત સમયગાળામાં લોકડાઉન -૪ પણ અમલી હતુ. આથી સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ કર્મચારીનો પગાર કપાય નહી અને તેમને અન્યાય થાય નહી તે માટે હકારાત્મક અભિગમ અપનાવવા દિશાનિર્દેશ પણ કરવામાં આવેલ.

ગમ્યું તો આગળ શેર કરો.