ગરવીતાકાત,ખેડા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ  સેવા પસંદગી મંડળ ગાંધીનગર પશુધન નિરીક્ષક વર્ગ  3 ની ખાલી પડેલી જગ્યા ના જાહેરાતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું  હતું  .આ પરીક્ષામાં અંદાજિત 13000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  ત્યારબાદ મંડળ દ્વારા ફાઇનલ મેરીટ અને પરિણામને જાહેરાત કરતા 350 જેટલા ઉમેદવારોને પસંદ કરવામાં  આવ્યા છે. 350 પાસ થનાર ઉમેદવારો પૈકી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામના એક સાથે પાંચ ઉમેદવારો પાસ  થતા સમગ્ર તાલુકાનું તેમજ મોટીઝેર ગામનું નામ રોશન કરવા બદલ ગ્રામજનો અને આગેવાનો દ્વારા તમામને શુભેચ્છાઓ આપવાંમાં આવી હતી.જેને તેમના પરિવાર અને ઉમેદવારોએ સહર્ષ સ્વીકારી આભાર માન્યો હતો. આ પાંચેય ઉતીર્ણ થયેલા ઉમેદવારો પરસ્પર શિક્ષણ  તેમજ પરીક્ષાલક્ષી તૈયારી માટે મદદ કરતા હતા જે વિષયમાં કચાશ હોય તો નિપુણ ઉમેદવાર અરસપરસ મદદ કરતા હતા જેથી સહકારની ભાવના , સખત મહેનત અને પરિશ્રમ થી તેઓએ નક્કી  કરેલા ધ્યેય ને હાંસિલ કરીને ખુબ જ ખુશ થયા હતા  આમ સરકારી નોકરી મેળવવા માંગતા મોટીઝેરનાં તમામ ઉમેદવારો માટે  નવી રાહ બતાવી છે. ગુજરાત માં પ્રથમ સ્થાને  પટેલ તુષાર કનુભાઈ પાસ થતા  સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ  અને  મોટીઝેર  પાટીદાર સમાજ નું નામ ગુજરાતમાં રોશન કર્યું છે   જયારે પાંચ ઉમેદવારો પૈકી 3 ઉમેદવાર બ્રહ્મભટ્ટ સમાજ ટીઝેરના હોવાથી  બારગામ બ્રહ્મભટ્ટ સમાજનું નામ રોશન થતા  હર્ષની લાગણી અનુભવી રહ્યાં છે જયારે એક ઉમેદવાર પંચાલ સમાજમાંથી ઉતીર્ણ થતા પંચાલ સમાજ પણ હર્ષની લાગણી રહ્યો છે.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા