ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા આજરોજ પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના લોકોની અને ગામ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, માલાણી સાઈઠના આગેવાનો અને  ઠાકોર સેનાના સૈનિકો અને યુવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ દ્વારા કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટર્બન્સ અને સાવચેતીના ભાગરૂપે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તમામ ગામ લોકોને અપીલ કરવામાં આવી હતી અને કોરોનાની  મહામારી ને  પહોંચી વળવા સરકારના નિયમોનો ચુસ્તપણે પાલન થાય તેવી પણ અપીલ કરવામાં આવી હતી.આ મીટીંગમાં આવેલ તમામ લોકોને ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટર્બન્સ અને ફરજિયાત માસ્ક પહેરીને જ બેઠક કરવામાં આવી હતી અને ખાસ કરીને આવનાર સમયમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોટા પ્રમાણમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે અને ઠાકોર સમાજના શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી હતી અને સમાજના આગેવાન તરીકે ગરીબ અને મધ્યમ વર્ગ પર  અત્યાચાર કરવામાં આવશે તો તેના  વિરુદ્ધ અવાજ ઉપાડવાની અને ગરીબને ન્યાય આપવાની બાંયધરી આપવામાં આવી હતી જ્યારે બીજી બાજુ આવનાર સમયમાં ક્ષત્રિય ઠાકોર સેના એક નવા જોશ સાથે અને નવા વિચાર સાથે સમગ્ર ગુજરાતના ઠાકોર સેના કાર્યકર્તાઓ અને સમાજના નવયુવાન યુવાનો અને અગ્રણીઓ એક થઈ મજબૂત સંગઠન બનાવવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.બીજી બાજુ પાલનપુર તાલુકાના વિસ્તારમાં ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે તેમને દાંતીવાડા ડેમ નું પાણી ખાલી કરવાથી પાલનપુર તાલુકાના ગામડાઓ ના પાણીના તળ નીચા ગયા છે જેથી ખેડૂતોના ઊભા પાક સુકાઈ ગયા છે અને પશુપાલન અને પુરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી  ત મલાણા ગામ માં આવેલ  તળાવ અને સાંગલા  ગામનું તળાવ નર્મદા ના પાણી દ્વારા ભરવામાં આવે તેવી પણ રજૂઆતો  માલાણી સાઈઠ ના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા અલગ અલગ વિભાગોમાં ઠાકોર સેનાના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં આવશે અને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી પણ સમાજના આગેવાનોને બાંયધરી આપવામાં આવી હતી. અને છેલ્લે સમગ્ર પાલનપુર તાલુકા ટીમ અને ભટામલ મોટી ગામ  કમિટીએ આયોજન કરવા બદલ ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો.
Contribute Your Support by Sharing this News: