ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ એક સપ્તાહમાં વધી ગયો છે. એક સપ્તાહ પહેલા આ રેટ દેશમાં સૌથી ઓછો હતો, જે હવે વધીને દેશમાં સૌથી વધી ગયો છે. પ્રદેશમાં કોરોના વાયરસના ઉપચારથી દર્દીઓમાં એક દિવસમાં 500થી વધુ દર્દીઓનો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક સપ્તાહ પહેલા રિકવરી રેટ (recovery rate) 40.89 ટકા હતો, જે હવે વધીને 48.13 ટકા થઈ ગયો છે. દેશમાં હાલ આ રેટ 41.60 ટકા છે, જેથી હવે ગુજરાતમાં રિકવરી રેટ હવેદ દેશમાં સૌથી વધુ છે.

આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, સરકાર તરફથી રિકવરી રેટ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસોના પરિણામસ્વરૂપ મંગળવારે એક જ દિવસમાં હોસ્પિટલમાંથી 503 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 7137 દર્દીઓને રજા આપી દેવાઈ છે. જ્યારે કે, 6777 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

Contribute Your Support by Sharing this News: