ગરવી તાકાત

આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે રાજ્યમાં ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ને મુખ્યમંત્રીએ પ્રસ્તાવિત કર્યો હતો જેને કેબિનેટે મંજૂરી પણ આપી  દીધી છે. સરકારે ભૂમાફિયાઓ પર અંકૂશ લાદવા માટે આ કાયદો ઘડ્યો છે.રાજ્ય સરકારને ખેડુતો તેમજ ધાર્મિક સંસ્થાઓની જમીન પડાવી તેના પર બાંધકામ કરી વેચી દેવા સુધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સુધીની ફરીયાદો મળતી હોય છે. વ્યક્તિગત કિસ્સાઓમાં પણ રાજ્યમાં અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે.

આ પણ વાંચો – ક્રોસ બોર્ડર લવ સ્ટોરી” ઉપર બનેલ અદીતી રાવ હૈદરી અને જ્હોન અબ્રાહમની ફીલ્મ નુ ફર્સ્ટ લુક લોન્ચ

આ કાયદાની જોગવાઇથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સંસ્થા કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે અને દોષીત ઠરશે જેથી એવા ગુનેગારોને મિલકતોની જંત્રીની કિંમત દંડ વસુલવામાં આવશે તથા ઓછા ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો – ક્રોસ બોર્ડર લવ સ્ટોરી” ઉપર બનેલ અદીતી રાવ હૈદરી અને જ્હોન અબ્રાહમની ફીલ્મ નુ ફર્સ્ટ લુક લોન્ચ

આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના લેવલના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવશે.  દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.   રાજ્યમાં આ એક્ટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસર,  ડરાવી-ધમકાવીને કબજો જમાવી દેનારા ભૂમાફિયાઓ સામે સજાના પગલાં લેવાનુ હવે  સરળ રહેશે.
આમ, વટહુકમની જોગવાઇ અમલમાં આવતા જમીન પચાવી પાડી તેમાં વેચાણ કરી દેવાનો કે આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનારા આ કાયદાના સકંજામાં આવવાથી જન સમાજ જમીન માલીકીના હકો ચિંતામુક્ત થઇ ભોગવી શકશે. વધુમાં ખેડૂતો, ધાર્મિક, સામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ જાહેર ટ્રસ્ટો, સંસ્થાઓ વગેરેને આ કાયદાનું પીઠબળ મળતા તેમના વહીવટમાં સરળતા રહેશે.

રાજ્ય સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે રાજ્ય સરકારે વટહુકમ લાવી આ કાયદો લવાયો હતો. આ વટહુકમના અસરકારક અમલીકરણથી જમીનોનો ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીનો ઉપર બાંધકામ માટે નાણાકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં આવી જશે

ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ-વટહુકમ મોટી જોગવાઈઓ

  • વિષેશ અદાલતની જોગવાઈ
  • જેને જમીન હડપી હશે તેને 10 થી 14 વર્ષ ની કેદ
  • જંત્રી જેટલો શીક્ષાત્મક દંડ
  • જેની જમીન ઉપર કબ્જો કે પડાવી લીધેલી હોય તેના મુળ માલીકને સરકારી વકીલ ફાળવવામાં આવશે
  • માત્ર 6 (છ) મહિનાની  અંદર જ કેસનો નીકાલ કરી દેવામાં આવશે. 

Contribute Your Support by Sharing this News: