અરવલ્લી જિલ્લાના હરસોલ ગામના વતનીવિનુભાઈ ખેંગારભાઈ પરમાર વયમર્યાદાને કારણે નિવૃત થતા સમાજ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં બાવીસા પરગણા ના પ્રમુખ એમ.પી.અમીન અને મોડાસિયા પરગણા ના પ્રમુખ ડૉ એચ કે સોલંકી એ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાની પૂજા કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે તેમના બંને પુત્રો જયેશભાઈ અને અતુલ કુમારે નિવૃત્તિમય જીવનમાં સાર સંભાળ લેવાના સંકલ્પ લીધા હતા મોટાભાઈ અમૃતભાઈ તેમજ સમાજના આગેવાનો અને સગાસંબંધીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા