◊ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૨)◊

મુશળધાર વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું,,ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો..

આસો ની શરૂઆત માં વરસેલા મુશળધાર વરસાદે કહેર વરસાવતાં જગતના તાતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે,સરહદી સુઇગામ તાલુકામાં ચોતરફ ખેતરોમાં પાણી જ પાણી હોઈ,તૈયાર થયેલા અને વાવેતર કરેલા ખેતીપાકો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોના સ્વપ્નાં રોળાઈ ગયા છે,ત્યારે આ લીલા દુષ્કાળ થી થયેલ નુકશાન સામે વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે,

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાની માઠી દશા બેઠી હોય તેવું ખાસ કરીને ખેડૂતો મહેસુસ કરી રહ્યા છે, બબ્બે વખતના વિનાશક પુર અને ગત વર્ષે દુષ્કાળનો સામનો કરી ચાલુ સાલે ખેડૂતોને સારી ફસલની આશા એ શરૂઆતી વરસાદમાં ખેતીપાકોનું વાવેતર કર્યું હતું,પરંતુ લણણી અને કાપણી માટે તૈયાર થયેલા જુવાર,બાજરી,ગવાર,મગ,મઠ ઉપરાંત વાવેતર કરેલ દિવેલા કપાસ વિગેરે પાકો માં આસો ની શરૂઆતમાં વરસેલા મુશળધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે,મુશળધાર ખાબકેલા વરસાદ ને લીધે ખેતરો બેટમાં ફેરવાઈ ગયાં છે,જેના લીધે ખેતીપાકોનું મોટા પ્રમાણમાં નુકશાન થયું છે,ત્યારે સરહદી સુઇગામ તાલુકાના ખેડૂતોને થયેલ આ મોટા નુકશાન સામે સરકારશ્રી દ્વારા નુક્શાનનું વળતર આપવામાં આવે તેવી ખેડૂત આલમમાંથી માંગ ઉઠવા પામી છે,કુદરતના કહેરનો વારંવાર ભોગ બનતા ખેડૂતો ની દર્દસભર માંગણીને ધ્યાને રાખી સરકારશ્રી દ્વારા તાકીદે સર્વે કરી ખેડૂતોને વળતર આપવા ખેડૂત આલમ માંથી માંગ છે.

તસ્વીર અહેવાલ નવીન ચૌધરી સુઈગામ