ગરવીતાકાત અરવલ્લી: મોડાસા તાલુકાના દધાલીયા ગામે ગ્રામસભા યોજાઇ હતી જેમાં સરકારી પ્રતિનિધિ તરીકે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દિપકભાઇ પંડયા ની અધ્યક્ષતા સ્થાને ગ્રામસભા યોજાઇ હતી જેમાં ગ્રામ પંચાયતની કારોબારી તલાટી આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો આશાવર્કર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સભા દરમિયાન ગામમાં સર્જાતી અનેક સમસ્યાઓનો નિકાલ લાવવા માટે અરજદારો અને ગ્રામજનોએ રજૂઆત કરી હતી પરંતુ ભુગર્ભમાં પાણીના તળ નીચે જતા પાણીની સમસ્યા યથાવત્ હોવાનું ગ્રામજનો સમક્ષ સરપંચે જણાવ્યું હતું પરંતુ નવાઇની વાત એ છે કે આજે પણ ગામમાં છ દિવસે પાણી છોડવામાં આવે છે ગામમાં પાણી મળી રહે તે માટે એસકે ટુ યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવાઈ છે પરંતુ ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામમાં ચાર દિવસે માત્ર ચાર લાખ લિટર પાણીનો જતો મળતાં સ્થિતિ જેવી છે તેવીજ જોવા મળે છે ગામ માં એવા પણ નળ કનેક્શન છે કે જે મુખ્ય પીવાની પાઇપલાઇન માંથી અડધા ની નહીં પરંતુ બેની પાઇપ વાળા કનેક્શન હોવા છતાં પૂરતું પાણી ન મળતું હોવાની ફરિયાદ ગ્રામજનોમાં થઇ હતી અને અધ્યક્ષને પાણીની સમસ્યાનું તાકીદે નિકાલ લાવવા વિનંતી કરી હતી વધુમાં મહિનાઓ વીતવા છતાં ગ્રામ પંચાયત દ્વારા અરજદારોએ કરેલી અરજીઓ નું નિકાલ ના આવતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો તો ઘર વેરો ભર્યા ને મહિનાઓ વિતવા છતાં ગ્રામ પંચાયત વોટરવર્કસના કર્મચારીને રૂપિયા ભર્યાની પાવતી અત્યાર સુધી ના મળી હોવાની ગ્રામસભામાં રજૂઆત કરતાં સભામાં હાજર તમામ વિચારતા રહી ગયા હતા ગ્રામ પંચાયત ની સમસ્યાનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ગ્રામસભામાં થયેલા તમામ પ્રશ્નનો ઉકેલ લાવવા અધ્યક્ષ ને ગ્રામજનોએ અપીલ કરી હતી

બીજા સાથે સમાચાર શેર કરો.