ઘણીવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં નારાજગી

મહેસાણા તાલુકાના ગોઝારિયામાં GIDCને જોડતો રોડ ભંગાર હાલતમાં ફેરવાઇ ગયો હોઇ અહીંથી પસાર થતાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ રોડ પર મોટા ખાડા અને મેટલ પણ ઉઘાડા પડી ગયા હોઇ ઉદ્યોગકારો સહિત વાહન ચાલકોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે.

ગોઝારિયાથી હરણાહોડા ગામને જોડતો 3 કિમી સિંગલપટ્ટી રોડ છે. આ રોડની બંને બાજુ જીઆઇડીસી આવેલી છે. જેમાં 240 જેટલા એકમોમાં આસપાસના 1500થી વધુ લોકો રોજગારી માટે આવતા હોય છે. પરંતુ ભંગાર રોડના કારણે હેરાન થઇ રહ્યા છે. જીઆઇડીસીના પ્રવેશદ્વાર સમાન મુખ્ય માર્ગ પર પડેલા ખાડામાં ચોમાસામાં પાણી ભરાતાં પસાર થવું મુશ્કેલ બની જાય છે.

આ રોડ એટલી હદે બિસમાર થઇ ગયો છે કે વારંવાર અનેક અકસ્માતો થયેલા છે. આ મુદ્દે G.I.D.C. ના ઉધોગકારો દ્વારા 2008 થી વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી રોડ બનાવવાની કોઈ તસ્દી નથી લેવાઈ.

Contribute Your Support by Sharing this News: