દેશભરના સરકારી ખાનગી કોર્પોરેટ હોસ્પિટલ તબીબોની ૨૪ કલાક ઓપીડી બંધ પાળશે : આવેદનપત્ર પાઠવશે : ઈમરજન્સી તેમજ આઈસીયુ સહિત તાત્કાલીક સારવારની સેવા ચાલુ રહેશે

ભારત સરકાર દ્વારા નેશનલ મેડીકલ કમિશન બીલ લાવી રહી છે તેના વિરોધમાં આવતીકાલે ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ૨૪ કલાક હડતાલનું એલાન આપવામાં આવ્યુ છે. રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ વિધેયક ૨૦૧૯-૨૦ના વિરોધમાં દેશભરમાં સરકારી ખાનગી કોર્પોરેટ હોસ્પિટલોમાં ઓપીડી બુધવારે ૨૪ કલાક પુરતી બંધ રહેશે. ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા નેશનલ મેડીકલ કમિશન બીલના વિરોધમાં પ્રદર્શન કરશે અને જિલ્લા મથકોએ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

જાણવા મળતી વિગતો મુજબ ઓપીડી વિભાગ બંધ રાખવામાં આવશે અને ઈમરજન્સી સેવાઓ બુધવારે સવારે ૬ થી ગુરૂવાર સવાર ૬ સુધી ઓપીડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ઈમરજન્સી સેવા તેમજ દુર્ઘટના, આઈસીયુ સહિતની ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આઈએમએ દ્વારા બંધ દરમિયાન મેડીકલ છાત્રો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. નેશનલ મેડીકલ કમિશન બીલ મેડીકલ કાઉન્સીલની જગ્યાએ રહેશે.

નેશનલ મેડીકલ કમિશનના વિરોધ કરવાવાળા તબીબો એનએમસી બીલની ધારા ૩૨ હટાવવાની માંગ કરે છે. ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દેશમાં તબીબો અને તબીબી અભ્યાસ કરતા છાત્રોની સંખ્યા વધુ છે. અંદાજે ૩ લાખથી વધુ સભ્યો ઈન્ડિયન મેડીકલ એસોસીએશનમાં છે.

Contribute Your Support by Sharing this News: