ગરવીતાકાત,તારીખ:૦૯ 

ડુંગળીના વધતાં ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ક્યાંક ડુંગળીની ચોકીદારી કરવામાં આવી રહી છે તો ક્યાંક હેલમેટ પહેરીને ડુંગળી વેચવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ડુંગળની કિંમતોને લઇને જોક્સ અને memesનું પૂર આવ્યું છે. આ વચ્ચે મોબાઇલ ખરીદવા પર ફ્રીમાં ડુંગળી મેળવવાની અનોખી ઑફર માર્કેટમાં આવી ચુકી છે.

તમિલનાડુના તંજાપુર જિલ્લામાં પટ્ટુકોટ્ટે તલાયરી સ્ટ્રીટ સ્થિત એસટીઆર મોબાઇલલ સેલ્સ એન્ડ સર્વિસ સેન્ટર સ્માર્ટફોન ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રીમં આપી રહ્યુ છે. ડુંગળીના વધતા ભાવનો લાભ લેવા અને પોતાની દુકાનની સેલ વધારવા માટે દુકાન માલિકોએ આ અનોખી ઑફર રજૂ કરી છે. આ ઑફરના કારણે આ મોબાઇલ સ્ટોર ચર્ચામાં આવ્યો છે.

દુકાનમાં લાઇનો લાગી: દુકાનના માલિક સરવણન કુમારે જણાવ્યું કે તમિલનાડુમાં ડુંગળીના ભાવ 160 રૂપિયા કિલો સુધી વધી ગયાં છે. મોબાઇલના બદલે ફ્રી ડુંગળીની ઑફરની સારી શરૂઆત થઇ છે. પ્રચાર કર્યા બાદ ઘણાં ગ્રાહકો દુકાન પર આવવા લાગ્યા છે. આ ઑફરને લઇને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે લોકોએ પહેલાં આવી ઑફર સાંભળી જ નથી. પહેલા આખા દિવસમાં માંડ એક કે બે મોબાઇલ વેચાતા હતાં પરંતુ હવે જાણે લાઇન લાગી છે. સ્થાનિક લોકો ઉપરાંત આસપાસના લોકો પણ ઑફરનો લાભ લેવા માટે આવી રહ્યાં છે. એક ગ્રાહકે જણાવ્યું કે હું અન્ય દુકાનેથી મોબાઇલ ખરીદવા જઇ રહ્યો હતો પરંતુ જેવી મને જાણ થઇ કે અહીં મોબાઇલ ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી મળી રહી છે તો મે તરત જ અહીંથી ફોન ખરીદી લીધો. જો કે આની પહેલાં કોઇપણ દુકાનદારો આ પ્રકારની ઑફર નહી આપી હોય.

મદુરાઇમાં ડુંગળીના ભાવ આસમાને: સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અનેક પ્રયાસો છતાં દેશભરમાં ડુંગળીના ભાવે એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ડુંગળીના ભાવ દિવસેને દિવસે વધતાં જઇ રહ્યાં છે. મદુરાઇમાં એક કિલો ડુંગળી 200 રૂપિયાની મળી રહી છે.

Contribute Your Support by Sharing this News: