ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૩)

બાર ગોળ ચૌધરી સમાજ મહેસાણા દ્વારા વાર્ષિક સદારણ સભા અને ઇનામ વિત્તરણ કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું. બાબુભાઈ ખોદાભી ચૌધરી સદસ્થ જીલ્લા પંચાયત પાટણ દ્વારા તા:-૨૨-૧૨-૨૦૧૯ સવારે ૧૦ કલાકે ચામુંડા માતાજીનું મંદિર કમાલપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એજન્ડામાં પ્રાર્થના, સ્વાગત ગીત, ગતાસભાની, કાર્યવાહીનું વાંચન તેજસ્વી તારલાઓનું ઇનામ વિત્તરણ સમારોહ તેમજ ૦૨-૦૨-૨૦૨૦ ના રોજ યોજાનાર સમૂહ લગ્નની જાણકારી સહિતના એજન્ડા રજુ કરી ચર્ચ્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી ગોવિંદભાઈ. કે. ચૌધરી, ઉપ પ્રમુખ જોઇતાભાઇ નરસંગભાઈ ચૌધરી, ઉપ પ્રમુખ શ્રી અંબાલાલ રુઘનાથભાઈ ચૌધરી, મહામંત્રી ભાથીભાઇ કે ચૌધરી, મંત્રી સવજીભાઈ કાનજીભાઈ ચૌધરી, મંત્રી શ્રી માનસિંહભાઈ શંકરભાઈ ચૌધરી,  સંગઠનમંત્રી શ્રી ડાહ્યાભાઈ પ્રતાપભાઈ ચૌધરી, શ્રી વેલજીભાઈ બબાભાઈ ચૌધરી, શ્રી દશરથભાઈ બાબુભાઈ ચૌધરી, ખજાનચી શ્રી વાલજીભાઈ માનસંગભાઈ ચૌધરી, આંતરિક ઓડીટર શ્રી ગણેશભાઈ રેવાભાઈ ચૌધરી, અને ખેતી બેંક ના ચેરમેન શ્રી ધીરેનભાઈ ચૌધરી તથા નાનજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ અંકુર ચૌધરી મહેસાણા 

Contribute Your Support by Sharing this News: