ગાંધીનગર:બંને વર્ગની મહિલાઓને સમાવી લેવા બેઠકોની સંખ્યામાં વધારો કરવા સરકાર ફોર્મ્યુલા ઘડશે

ગમ્યું તો આગળ શેર કરો.

એલઆરડીની ભરતીમાં મહિલા અનામત મામલે અનામત અને બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારોનું આંદોલન ઘેરૂ બનતું જાય છે અને બંને છાવણીમાં આગેવાનોના સમર્થનમાં વધારો થતાં સરકારની ભીંસ વધી રહી છે. હાલ એલઆરડીની ભરતીમાં ૯૭૧૩ બેઠક છે, આથી તેમાં કેટલો વધારો કરી કઇ કેટેગરીની કેટલી વધુ મહિલા ઉમેદવારોને સમાવી શકાય તે સહિતની તમામ બાબતોનું નિરીક્ષણ કરાઈ રહ્યાનું સૂત્રોએ જણાવ્યું છેકૈલાસનાથને ભરતી સમિતિના અધ્યક્ષ વિકાસ સહાય અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીઆ મામલે રૂપાણીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથને ભરતી સમિતિના અધ્યક્ષ વિકાસ સહાય અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બીજી તરફ આ વિવાદ દૂર થાય તે માટે સરકારમાં બેઠકનો ધમધમાટ વધી રહ્યો છે અને અધિકારીઓ સચિવાલયથી સીએમ બંગલા વચ્ચે દોડતા જોવા મળી રહ્યા છે. હાલ તો ઠરાવમાં સુધારો જાહેર થાય તેવી શક્યતા નથી, પરંતુ તેનો મુસદ્દો તૈયાર કરાઇ રહ્યો છે.

ગમ્યું તો આગળ શેર કરો.