ગરવીતાકાત,તારીખ:૦૯ 

ગાંધીનગરમાં મહેસૂલકર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છે. જેથી સરકારી કચેરીઓમાં કામકાજ પર અસર થવાની છે. છેલ્લા કેટલાક સયમથી વણઉકેલ્યા પડતર પશ્નોને લઈને રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. અને આજથી ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના કર્મીઓ અચોક્કસ મદુદતની હડતાલ પર છે. રેવન્યૂ તલાટી સંવર્ણને મહેસૂલમાંથી રદ કરી પંચયાત મંત્રી કેડર સાથે મર્જ કરવા, ક્લાર્કનેનાયબ મામલતદારના પ્રમોશન આપવા સહિતની 17 માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નો ન ઉકેલાતા હવે તેઓ હડતાલના માર્ગે આગળ વધી રહ્યા છે. અંદાજે 10 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાતા સરકારી કામકાજ ખોરવાશે તેવી શક્યતા છે.