◊ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૦૨)◊

આજ રોજ સાબલવાડ પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીજી ની 150 ની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ઈડર તાલુકા સર્કલ અધિકારી સાહેબ શ્રી સાબલવાડ તલાટી કમ મંત્રીશ્રી ગામના સરપંચ શ્રી ગ્રામજનો શાંતિનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ જીવ મિત્ર ગ્રુપના સભ્યો શિક્ષક મિત્રો બી.આર.પી અશોકભાઈ આંગણવાડી બહેનો તેડાઘરો આશાવર્કરો બહેનો તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત રેલી કાઢી ગામમાંથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું અને પ્લાસ્ટિક મુક્ત ગામ ના શપથ લેવડાવવામાં આવ્યા શિક્ષક શ્રી ઓએ તેમજ ગ્રામજનો દ્વારા કાર્યક્રમની સફળ બનાવવામાં આવ્યો.
તસ્વીર અહેવાલ ઇન્દ્ર પટેલ સાબરકાંઠા