પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલનપુરમાં ફ્રી શિપ કાર્ડ નહીં ચલાવનારી કોલેજોને પત્ર લખી જવાબ માંગવામાં આવશે 
ગરવીતાકાત, પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના અધિકારીએ ગરવી તાકાતના અહેવાલને પગલે જે કોલેજો તેમની કચેરી દ્વારા ફાળવવામાં આવેલ ફ્રી શિપ કાર્ડ માન્ય નથી ગણતી અને અનુજાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આનાકાની કરી રહી છે તેવી કોલેજોને પત્ર લખી જવાબ માંગવામાં આવનાર છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં હાલમાં બીએડ કોલેજો સહિત વિવિધ કોલેજોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ આમથી તેમ દોડધામ કરી રહ્યા છે. ત્યારે પાલનપુરની કેટલીક બી.અેડ કોલેજોના ટ્રસ્ટીઓ દ્વારા તેમની કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ફાળવવામાં આવેલ ફ્રી શિપ કાર્ડને આધારે પ્રવેશ આપવામાં આનાકાની કરવામાં આવતા અને ફી ની લાલચમાં ટ્રસ્ટીઓ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ઠાગા ઠૈયા કરતા હોય આ બાબતે ફરિયાદ મળતા ગરવી તાકાત દૈનિક દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ બાબતની ગંભીર નોંધ લઈ પાલનપુર અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના સમાજ કલ્યાણ અધિકારી એચ.આર.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજોમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ આધારે પ્રવેશ આપવામાં આનાકાની કરવામાં આવતી હોય તે કોલેજો સહિતની તમામ કોલેજોને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પત્ર લખવામાં આવશે. આમ પાલનપુરમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેટલીક કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા જાકારો આપી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ફાળવવામાં આવતા ફ્રી શીપ કાર્ડની પણ અવગણના કરવામાં આવતા હવે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આ કોલેજો સામે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હિતમાં શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું.
Contribute Your Support by Sharing this News: