ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના બોલુંદ્ર ગામે નિશુલ્ક સારવાર નિદાન કેમ્પ યોજાયો હતો જેનું આયોજન શ્રી સંતરામ મંદિર નડીઆદ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ લીન પૂ અગ્નિહોત્રી શુકદેવ પ્રસાદ વ્યાસ ની પ્રથમ પુણ્ય તિથી એ  આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલન્દ્ર તેમજ આજુબાજુ ના ગામડાઓ ના વ્યક્તિ ઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો જેમાં મોતિયાના ૪૦ ઓપરેશન પણ નિશુલ્ક કરવામાં આવ્યા હતા સાથે સાથે યોજાયેલ રક્ત દાન કેમ્પ માં ૮ યુનિટ રક્ત એકત્ર થયું હતું અગ્નિહોત્રી આત્રેય કુમાર જે વ્યાસ ના જણાવ્યા અનુસાર આંખો ને લગતા તમામ તકલીફ ઓ ની સારવાર કરવામાં આવી હતી અને ફેકો પદ્ધતિ (લેસર) થી મફત મોતીયા ના ઓપરેશન તેમજ મફત ચસ્મા દાંત ચામડી ના તેમજ શરદી ઉધરસ તાવ જેવા સર્વે રોગો નું નિદાન કરી મફત દવાઓ વિતરણ કરવામાં આવી હતી આ કેમ્પનું ઉદ્ઘાટન સંતરામ મંદિર નડિયાદ ના સંત નિર્ગુણ દાસ જી અને ઉમરેઠ થી ગણેશદાજી દીપ પ્રગટાવી કર્યું હતું