પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
વિદેશથી પરત ફરતા પાસપોર્ટ પર બે બોટલ લાવી શકાય તેવી સામાન્ય સમજ છે પણ તેના માટે પરમિટ જરૂરી છે

ગરવીતાકાત અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસે જર્મનીથી દારૂની 8 બોટલ લઇને પાછા આવી રહેલા છત્રાલની એક કંપનીના 4 કર્મચારીની ધરપકડ કરી દારૂની બોટલો કબજે કરી હતી. સુભાષચોક પાસે પોલીસે કાર ચેક કરતા ચારેય જણાં પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી.

વસ્ત્રાપુર પોલીસ સુભાષચોક પાસે ચેકિંગમાં હતી ત્યારે ત્યારે એઈસી બ્રિજ તરફથી એક કાર આવી હતી. પોલીસે કાર રોકતા તેમાં છત્રાલની મેક્સિન કંપનીના નેષધ પટેલ (થલતેજ), દિગેશભાઈ પટેલ (ઊંઝા), પ્રીતેશ પટેલ (ગાંધીનગર) અને ચિરાગ પટેલ (ગોતા) તેમજ ડ્રાઇવર બળદેવ ઠાકોર હોવાનું જણાયું.

ચારેય જણા કંપનીના કામથી જર્મની ગયા હતા. પોલીસને શંકા જતા બેગ ચેક કરતા તેમાંથી દારૂની 12 હજારની કિંમતની 8 બોટલ મળી આવી હતી. ચારેય પાસે પોલીસે પરમિટ માગતા ચારેયમાંથી એકેયની પાસે પરમિટ ન હતી. જેથી પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છેકે, વિદેશથી પરત આવી રહેલા લોકો એવું સમજે છે કે વિદેશથી બે બોટલ લાવી શકાય છે, પરંતુ તેમની પરમિટ વગર લાવવું ગેરકાયદે છે.

દારૂ લાવવાનો નિયમ શું છે: કોઇ પણ વ્યકિતને વિદેશથી દારૂ લઇને અમદાવાદ આવવું હોય તો તેમની પાસે લીકર પરમિટ હોવી જરૂરી છે. તે પરમિટ કાયમી કે ટ્રાન્ઝિસ્ટ હોઇ શકે છે, પરંતુ પરમિટ વગર કોઇ પણ વ્યકિત અમદાવાદ એરપોર્ટની બહાર દારૂ લઇને આવી શકે નહીં.

Contribute Your Support by Sharing this News: