મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, ‘અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, ‘અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.

બોટાદના જાળીલા ગામનાં ઉપસરપંચ અને સરપંચનાં પતિ મનજીભાઈ સોલંકી હત્યા કેસમાં વધુ ચાર આરોપીને પોલીસ ઝપડી લીધા છે. સમગ્ર કેસમાં અત્યારસુધીમાં કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની અટકાયત કરવામાં આવી છે. મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, ‘અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.’ મૃતકનાં પરિવારે તેમની માંગણીઓ લખીને એક પત્ર સરકારને પણ આપ્યો છે.મૃતકનાં પત્ની ગીતાબેન સોલંકી, એસઆરપી જવાનો સુરક્ષામાં મુક્યાં હતાં તે બધાને પાછા ખેંચી લીધા હતાં. જેના પાંચ દિવસ પછી જ આ હુમલો થયો છે. પોલીસની બેદરકારીને કારણે આ હુમલો થયો છે. મારી મુખ્ય માંગ એ છે કે પહેલા મુખ્ય આરોપીને હાજર કરો પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું.
Contribute Your Support by Sharing this News: