ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લાના શામળાજી ના માર્ગેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાત માં ઘુસાડવામાં આવે છે દારૂ ભરેલી કાર લઈને આવતા બુટલેગરનો પોલીસે પીછો કરતા બુટલેગરે રોંગ સાઈડ કાર ચલાવી સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી દીધી હતી આ અકસ્માતમાં 4 વ્યક્તિઓને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ૯૦ હજાર રૂપિયા ના દારૂ  સાથે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી શામળાજી પોલીસ રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી તે સમયે શામળાજી તરફ આવી રહેલી કાર નં આર જે ૨૭ ટી એ  શંકાસ્પદ જણાતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ચાલકે કાર ભગાડી મૂકતા પોલીસે પણ પીછો કર્યો હતો દરમ્યાન કારના ચાલકે શામળાજી તરફ રોંગસાઇડ હંકારી સામેથી આવતી રિક્ષા ની જોરદાર ટક્કર મારી દીધી હતી અકસ્માત સર્જાયા બાદ કાર ફંગોળાઈ ગઈ હતી આકસ્માત માં રિક્ષાચાલક રાજેશભાઈ પાંડોર સહિત ત્રણ મુસાફરોને ઈજાઓ થઈ હતી લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં પૂરઝડપે આવી પહોંચતા ભારે અફરા-તફરી મચી ગઇ હતી અને રોડની બાજુમાં ઉભા રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા દરમિયાન કારની પાછળ જ આવી રહેલ પોલીસે ઇજાગ્રસ્તોને શામળાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડી દીધા હતા અને કારમાં થી ૯૦ હજારની કિંમતની 300 દારૂની બોટલ જપ્ત કરી હતી દારૂની હેરાફેરી કરી પોલીસથી બચવા કાર ભગાડી મૂકનાર અને અકસ્માત સર્જી ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચાડનાર ઉદેપુરના બુટલેગર કિશાન છગનલાલ તૈલી ભાગવા જતાં પોલીસે તેને ઝડપી લીધો હતો આ શખ્સની પૂછપરછમાં ઉદેપુરના મહેશ લચ્છુભાઈ મીના અને રાજેશ નામ ના બુટલેગરોના પણ નામ ખુલ્યા હતા પોલીસે દારૂ અને અકસ્માત એમ જુદા જુદા બે ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ચિલોડા તરફ લઈ જય ત્યાં કાર અન્ય વ્યક્તિને સોંપવાની હતી ત્યારે દારૂ મંગાવનાર બુટલેગરની પણ શામળાજી પોલીસે શોધખોળ ચાલુ કરી છે