પાલનપુરની ખાનગી બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત પોલીસકર્મીની બંદૂકની માણકા ગામ નજીક અજાણ્યા ચાર  શખ્સો દ્રારા લૂંટ કરવામાં આવી હતી. જે કેસમાં પાલનપુર તાલુકા પોલીસે લૂંટની બંદૂક સાથે ચાર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાં આવેલી એચ.ડી.એફ.સી બેંક માં સિક્યુરિટીગાર્ડ તરીકે ફરજ બજાવતા માણકા ગામના નિવૃત એ.એસ.આઈ કાંતિભાઇ લાલાભાઈ એલિયા ની તા.૨૦-૫-૨૦૧૯ ના રોજ  માણકા જતા  દરમ્યાન રસ્તા મા બેઠેલા ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક સવાર સિક્યુરિટીગાર્ડને ધક્કો મારી નીચે પાડી ને તેમની પાસે રહેલ રૂ.૭ હજારની કિમંતની લાઇસન્સ વાળી બંદૂકની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. અને તેમની સાથે બાઇક ચાલક પણ ભાગી છુટયો હતો.

આ મામલે સિક્યુરિટીગાર્ડએ પાલનપુર તાલુકા પોલીસમથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા લૂંટારુઓ ઝડપી પાડવા સધન શોધખોળ હાથ ધરી હતી જેમાં નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ઝનકાત ના માર્ગદર્શન થી તાલુકા પી.એસ આઈ.એ.એમ.પટેલે પીલીસ ટીમ સાથે ચાર શકમંદો રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ, દિનેશભાઈ લખમનભાઈ ધ્રાગી, નરસાભાઈ બાબુભાઇ ચૌહાણ ત્રણે રહે ધાણધા સીમ તા.પાલનપુર અને પરખાભાઈ ખીમાંભાઈ ખરાડી રહે.સોનવાડી તા.અમીરગઢ વાળા ની પુછતાછ હાથ ધરી હતી. જેમાં આરોપી ઓએ બંદૂક લૂંટ ની કબૂલાત કરી દેતા પોલીસે તેમની પાસે થી બંદૂક કબજે કરી ચારેય આરોપી ને કસ્ટડીના હવાલે કરી બનાવ અંગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી