ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૯)

પાલનપુર તાલુકા પી.એસ.આઇ. એમ.એમ.દેસાઇની સરાહનીય કામગીરી

બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા ના.પો અધિ શ્રી આર.કે પટેલ ઇન્ચાર્જ પાલનપુર વિભાગનાઓ ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.એમ.દેસાઇ નાઓને મળેલ બાતમી હકકીત આધારે પોલીસ સ્ટાફ એ.એસ.આઇ ગુલાબસીહ ચેલાજી, અ.હેઙ.કોન્સ ધનાજી તખાજી, પો.કો ગોવીંદભાઇ કેસરભાઇનાઓએ ચિત્રાસણી રેલ્વે પુલના નાળા પાસે બાલારામ જતા રોડ ઉપર નાકા બંધી દરમયાન એક મહીન્દ્રા કંપનીની શોર્ટ ડી.આઇ જીપ ગાડી નંબર GJ 03 K 6669 ની ના ચાલક મહીપતસિહ પ્રવિણસિહ જાતે ચૌહાણ રહે.હસનપુર તા.પાલનપુરવાળાએ પોતાના કબજા ભોગવટાની મહીન્દ્રા કંપનીની શોર્ટ ડી.આઇ જીપ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ ૧૫૩ જેની કિંમત રૂ.૨૨,૩૦૦/- તથા બીયરના ટીન નંગ ૭૧ કિંમત રૂપીયા ૭,૧૦૦/- મળી કુલ કિ. રૂ.૨૯,૪૦૦/-નો મુદ્દામાલ વગર પાસ પરમીટનો ગે.કા.નો ભરી હેરાફેરી કરી મહીન્દ્રા કંપનીની શોર્ટ ડી.આઇ જીપ ગાડીની કિ.રૂ.૧,૦૦,૦૦૦/-ની ચાલુ હાલતની તથા એક સમસંગ કંપનીનો સાદો મોબાઇલ કી. રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ ૧,૨૯,૯૦૦/-ના મુદામાલ સાથે નાકાબંધી દરમ્‍યાન ઝડપાઇ જતા ગાડીના ચાલક વિરુધ્ધમાં  ધી પ્રોહી એકટ કલમ ૬૫ એઇ, ૧૧૬(૨), ૯૮(ર) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.