સુપ્રીમ કોર્ટે અયોધ્યા પર આપેલા ચુકાદા સામે મુસ્લિમ રાજકીય આગેવાન અસદુદ્દીન ઓવૈસીએ અસંમતિ વ્યક્ત કરી છે. ઓવેસીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, મુસ્લિમોએ મસ્જિદ માટે સુપ્રીમ કોર્ટે સરકારને 5 એકર જમીન આપવા માટે જે હુકમ કર્યો છે તેને ફગાવી દેવો જોઈએ.સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે પણ અચૂક નથી.
હૈદ્રાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યુ હતુ કે, મારો સવાલ છે કે, જો 6 ડિસેમ્બર, 1992ના રોજ મસ્જિદ તોડી ના પડાઈ હોત તો પણ સુપ્રીમ કોર્ટ આ પ્રકારનો ચુકાદો આપત?મને આ ચુકાદાથી સંતોષ નથી.જેમણે બાબરી મસ્જિદ તોડી છે તેમને જ સરકારે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિકઓવૈસીએ ભડકાઉ નિવેદન આપતા કહ્યુ હતુ કે, મુસ્લિમો સાથે અત્યાચાર થયો છે.મુસ્લિમ એટલો ગરીબ નથી કે પાંચ એકર જમીન પણ ખરીદીના શકે.હું હૈદ્રાબાદની જનતા પાસે ભીખ પણ માંગુ તો આટલી જમીન ખરીદવાના પૈસા ભેગા થઈ જશે.મુસ્લિમોને કોઈની ભીખની જરુર નથી.તેમણે કહ્યુ હતુ કે, જ્યાં સુધી દુનિયા હશે ત્યાં સુધી અમે અમારી કોમને કહેતા રહીશું કે,અયોધ્યામાં 500 વર્ષથી મસ્જિદ હતી પણ 6 ડિસેમ્બર, 1992ના રોજ મસ્જિદ તોડી પડાઈ હતી.જેમાં સંઘ પરિવાર અને કોંગ્રેસે મદદ કરી હતી.ઓવૈસીએ વધુમાં કહ્યુ હતુ કે, મને ડર છે કે, અયોધ્યાના ચુકાદા બાદ હવે કાશી, મથુરા સહિતની જગ્યાઓ માટે સંઘ પરિવારના લોકો દાવો કરશે જ્યાં તેઓ કહી રહ્યા છે કે, મસ્જિદ પહેલા મંદિર હતુ.