વાવમાં વાસરડાની સીમમાં રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળી ખાખ

ગમ્યું તો આગળ શેર કરો.

વાવ: વાસરડા ગામની સીમમાં ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં આગ લાગતા રોકડ રકમ સહિત ઘરવખરી,ઘાસચારો બળીને ખાખ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન થયું હતું વાવ તાલુકાના વાસરડા ગામની સીમમાં સોમવારે બપોરના સમયે પ્રેમાભાઈ ભગવાનભાઈ ચૌધરીના રહેણાંક મકાનમાં આકસ્મિક રીતે આગ ભભુકી ઉછી હતી. જેને પગલે મકાનમાં પડેલા ઘરવખરી,રોકડ રકમ,કપડાં-અનાજ સહિત ઘરની બાજુમાં પડેલો ઘાસચારો પણ આગની લપેટમાં ચડી જતા બળીને ખાખ થઈ ગયો હતો.જેને લઈ ખેડૂતને મોટું નુકસાન થયું હતું.ઘટનાની જાણ વહીવટીતંત્રને કરાતા તલાટીકમ મંત્રી,સરપંચ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી ધરી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.