સુરતની રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

ગમ્યું તો આગળ શેર કરો.
સુરતમાં પુણા ખાતે આવેલી રઘુવીર સેલ્યુલમ ટેક્સટાઈલ માર્કેટમાં શોર્ટ સર્કિટના કારણે સવારના સમયે આગ લાગી હતી.આગની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પોહચી ગયું હતું. સવારના સમયે આગ લાગતા દુકાનો પર વેપારીઓ અને કામદારો આવતા હોવાથી ભયનો માહોલ ફેલાયો હતો. આગ પર કાબુ મેળવવા માટે ૨૦થી વધારે ગાડીઓ ઘટનાસ્થળ પર પોહચી ગઈ હતી. હાલ મેજર કોલ જાહેર કરાયો છે.ફાયરબ્રીગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતા કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાથી કાચ તોડીને ધુમાડાને બહાર કાઢીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ સૌ પ્રથમ ૭માં માળે આવેલા પેસેજમાં ઇલેક્ટ્રિક ડકમાં લાગી હતી. સવારના સમયે લોકો ઓછા હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને વેપારીઓ દ્વારા ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી.હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફાયરબ્રિગેડની હાઈડ્રોલિકથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતી ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ગમ્યું તો આગળ શેર કરો.