કોંગ્રસનાં વરિષ્ઠ નેતા શશિ થરૂરે Exit Pollને લઇને એક મોટી વાત કહી છે. તેમણે એક્ઝિટ પોલનાં આંકડાઓને ખોટા ગણાવ્યા હતા અને સાથે કહ્યુ કે, હુ 23 મે નાં સાચા પરીણામની રાહ જોઇશ. મારા મતે બધા એક્ઝિટ પોલ ખોટા છે. તેમણે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયામાં છેલ્લા અઢવાડિયામાં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.ટીવી ચેનલો દ્વારા આગામી 23મી તારીખનાં ચુંટણી પરિણામોને લઇને કરવામાં આવેલ એક્ઝિટ પોલને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશિ થરૂરે ખોટા બતાવ્યા છે. તેટલુ જ નહી સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ આ એગ્ઝિટ પોલને ‘ફેઇલ પોલ’ ગણાવ્યા છે. પરંતુ કોંગ્રેસને સહયોગી પાર્ટી નેશનલ કોંન્ફરંન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે, દરેક એક્ઝિટ પોલ ખોટા હોતા નથી. તેમણે કહ્યુ કે, બધા એક્ઝિટ પોલ ખોટા હોતા નથી પરંતુ અત્યારે ટીવી બંધ કરવાની, સોશિયલ મીડિયાથી લોગ આઉટ કરવાનો સમય છે તથા તે પણ જોવાનો સમય છે કે શું 23 મે બાદ દુનિયા પોતાની ધરી પર ભરે છે કે નહી? ગુજરાતની વાત કરવામાં આવે તો, ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં કોંગ્રેસને 10થી વધુ બેઠકો મળવાનાં વિશ્વાસ સાથે દેશમાં કોંગ્રેસની યુપીએ સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત કોંગ્રેસનાં આ બંને દિગ્ગજ નેતાઓ 23મીનાં પરિણામો અંગે ન્યુઝ ચેનલોનાં એક્ઝિટ પોલને જુઠ્ઠાણું ગણાવી દેશમાં કોંગ્રેસનાં નેતૃત્વમાં યુપીએની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા બંનેને ગુજરાતમાં પાર્ટીને 26માંથી 10થી વધુ બેઠકો મળવાનો વિશ્વાસ છે.

Contribute Your Support by Sharing this News: