ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૭)

ઊંઝામાં માતા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞને લઇને તાડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યા પર રહેતા પાટીદારો મા ઉમિયાના મહાયજ્ઞમાં ભાગ લેવા અને યજ્ઞની પૂર્વ તૈયારીઓ કરવા માટે ઊંઝા પહોંચી ગયા છે.

18થી 22 ડિસેમ્બર સુધી ચાલનારા મહાયજ્ઞમાં લાખો લોકો ઊંઝામાં ઉમટવાના હોવાથી મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લક્ષચંડી મહાયજ્ઞમાં આવનારા ભક્તો માટે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે 25 વીઘા જમીનમાં 18 હજાર પ્રેક્ષકો બેસીને સાંસ્કૃતિક કાર્યકમ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ત્રણ દિવસના ચાલનારા સાંસ્કુતિક કાર્યક્રમના પહેલા દિવસે મા ભગવતી આરાધના અને લાઈટ સાઉન્ડ શો યોજાશે. બીજા દિવસે મા ઉમિયાની પધરામણી અને સૂર સંગમના કલાકારો દ્વારા કાર્યક્રમો યોજાશે. ત્રીજા દિવસે મહિષાસુર મર્દનીમાં જગદંબા પ્રાગટ્યનો સાઉન્ડ શો અને મા ઉમિયાનો ડાયરો થશે.

18 થી 22 તારીખે યોજાનારા લક્ષ ચંડી મહાયજ્ઞના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અલગ અલગ કલાકરો ઉપસ્થિતિ રહેશે.

  • તારીખ 18/12/2019 બુધવારના રોજ સચિન જીગર દ્વારા લાઈવ કોન્સર્ટ કરવામાં આવશે.
  • તારીખ 19/12/2019 ગુરુવારના રોજ કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, જીગર દાન ગઢવી ઉપસ્થિત રહેશે.
  • તારીખ 20/12/2019 શુક્રવારના રોજ સાંઈરામ દવે, આદિત્ય ગઢવી ઉપસ્થિતિ રહેશે. .
  • તારીખ 21/12/2019 શનિવારના રોજ પાર્થિવ ગોહિલ, ભૂમિ ત્રિવેદી ઉપસ્થિતિ રહેશે.
  • તારીખ 22/12/2019 રવિવારના રોજ કિર્તીદાન ગઢવી અને સાગર પટેલ રાસ ગરબાની રમઝટ બોલાવશે.
Contribute Your Support by Sharing this News: