રીપોર્ટ , તસ્વીર - જયંતી મેતીયા
ગરવી તાકાત પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્ર પાલનપુર શહેરમાં અવાર નવાર ચોરી મારામારી સહિતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે પાલનપુરના સિમલા ગેટ રોડ પર વહેલી સવારે એક સમાજના બે પક્ષો સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સામ સામે આવી ગયા હતા અને એકબીજાને લાકડી સહિતના હથિયારોથી માર મારવા લાગતા ભરચક બજાર વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.
રીપોર્ટ , તસ્વીર – જયંતી મેતીયા

આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!

આ ઘટનાને પગલે બજારમાં ઉપસ્થિત લોકોએ દોડીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ૨૦ મિનિટ સુધી એકબીજાને માર મારવાની આ ઘટના યથાવત જોવા મળી હતી. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટના સમયે પોલીસ જવાનો નજરે પડ્યા ન હતા. આ ઘટના સિમલાગેટ વિસ્તારમાં બની હતી અને નજીકમાં પોલીસ ચોકી હોવા છતાં પણ ૨૦ મિનીટ સુધી આ બબાલ ચાલી ત્યાં સુધી પોલીસના જવાનો નજરે ન પડતા અનેક સવાલો પણ ઉઠ્યા હતા.
Contribute Your Support by Sharing this News: