નડીઆદ- નડિયાદ સંતરામ મંદિર ના નામદાસજી મહારાજ આજે સવારે સંતરામ મહારાજની અખંડ જ્યોત માં લીન થયા. ૭૫ વર્ષની ઉંમરે માહારાજ શ્રી દેવલોક પામ્યા.આ સમાચાર મળતા જ સંતરામ મહારાજ ના તમામ ભક્તો માં શોકની લાગણી પ્રવર્તી ગઇ . મહારાજશ્રીના અંતિમદર્શન માટે તેમના પાર્થિવ દેહને બપોરે 12 વાગ્યા સુધી મંદિર ની પાછળના ભાગે રાખવામાં આવ્યો . જેમને મંદિરના પટાંગણમાં જ સમાધિ આપવામાં આવી હતી. નામ દાસજી મહારાજ જેઓએ સંતરામ મંદિરના રસોડા વિભાગમાં આજીવન સેવા આપી. એવા પરમ કૃપાળુ અને સૌના ચહિતા સંતની દેહ છોડી તેમનો આત્મા મહારાજશ્રીની અખંડ જ્યોત માં લિન થતાં સમસ્ત નગરના ભક્તજનોએ ખૂબ જ દુઃખદ લાગણી અનુભવી હતી. નડિયાદ સહિત દેશ-વિદેશમાં વસતા શ્રી સંતરામ મહારાજના ભક્તો માટે એક શોક ના સમાચાર સાંભળીને શોકમગ્ન થયાં હતાં.