કપડવંજ તાલુકાના આંબલીયારા ગામે આવેલી પે સેન્ટર શાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા શાળાની કમ્પાઉન્ડ વોલ અધુરૂ છોડી દેવામાં આવી છે. જેને કારણે રખડતાં પશુઓ શાળામાં ઘુસી જાય છે અને બાળકો દ્વારા મહેનતથી ઉછેર કરેલા ઝાડ અને ફૂલછોડના પાન સહિત મિલકતને નુકશાન કરી રહ્યાં છે. એક બાજુ વૃક્ષ પર્યાવરણ ને થતા નુકસાનથી બાળકોને પણ ચોખ્ખી આબોહવા અને વાતવરણ મળતું ઓછું થઇ જય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે .આથી બાકી રહેલી દિવાલનું કામ પુર્ણ તાત્કાલીક ધોરણે કરવા માંગણી કરી છે.

 કપડવંજ તાલુકાના આંબલીયારા પે.સેન્ટર શાળાના તાબા હેઠળ આવતી તંથડી પ્રથમિક શાળામાં શરૂઆતથી જ અધુરો કમ્પાઉન્ડ વોલ છે. આ અંગે તંથડી ગામના યુવા કાર્યકર સુરેશ ભોઇએ જણાવ્યું હતું કે તંથડી પ્રાથમિક શાળા ફરતે સંરક્ષણ દિવાલ છેલ્લા ઘણા સમયથી અધુરી છે. આ અંગે ધારાસભ્ય અને પ્રાંત અધિકારી કપડવંજને રજૂઆતો કરવાં છતાં હજુ સુધી સંરક્ષણ દિવાલ અધુરી છે. શાળાના કુલ વરંડાનું માપ ૧૩૨ મીટર છે. તેમાંથી ગત વર્ષે કુલ ૩૭ મીટર બનેલ અને ૮ મીટર શાળા ફંડ ખાતેથી બનાવેલ આમ કુલ ૪૫ મીટર સંરક્ષણ દીવાલ બની છે. જ્યારે ૮૭ મીટર સંરક્ષણ દીવાલનું કામ બાકી છે. આ અધુરા વરંડાના કામના લીધે શાળાની અંદર રખડતાં ઢોર અને પશુઓ શાળાના બાગને અને રોપાને નુકસાન કરે છે.