પાલનપુર તાલુકાના વગદા ગામે છેલ્લા ઘણા સમયથી દલિત સમાજના મોહલ્લા આગળ ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં મુકાયુ છે. 

વગદા ગામે છેલ્લા ૪ એક મહિનાથી ગામમાં આવેલ રોહિત વાસ રહેણાક અને જાહેર માર્ગ ઉપર ગટરનું પાણી ભરાતા સ્થાનિકોને રસ્તામાં ચાલવું મુશ્કેલ બની ગયું છે. તો રોહિત સમાજના લોકોના ઘર આગળ પાણી ભરાતા ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે. જેને લઈ સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

જાહેર માર્ગો પર ગટરનું ગંદુ પાણી રેલાતાં રહીશો ભોગવી રહ્યા છે ભારે હાલાકી  

આ બાબતે વગદા ગામના જાગૃત નાગરિકે જણાવ્યું કે અમારા ઘર આગળ છેલ્લા ૪ મહિનાથી ગટર ઉભરાઇ રહી છે રસ્તામાં ચાલવું અને રહેવું મુશ્કેલ બન્યુ છે ગામના સરપંચ આ ગટર રીપેરીંગનું કામ કરતા નથી  વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રહેણાક વિસ્તારમાં ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ને લઇ સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાયુ છે. કોરોના મહામારીમાં સ્થાનિકોના આરોગ્ય પર મોટો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે આ બાબતે તાત્કાલિક લાગતા વળગતા અધિકારીઓ યોગ્ય પગલાં ભરી આ ગટરનું રીપેરીંગ કામ કરાવે તો સ્થાનિકોના આરોગ્યને નુકસાન થતું અટકાવી શકાય તેમ છે   ગટર ઉભરાતા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઊડી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકા વિકાસ અધિકારી આ બાબતે યોગ્ય પગલાં ભરી ગ્રામ પંચાયતના સત્તાધીશો ને ગટર રીપેરીંગ કરવા અને સ્વચ્છતા જાળવવા આદેશ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
Contribute Your Support by Sharing this News: