?
દાંતા તાલુકાના નવાવાસ ગામ માં છેલ્લા ઘણા દિવસ થી જાહેર રસ્તાઓ પર દૂષિત પાણી ઉભરાવવાની સમસ્યા રોજિંદી બની છે ગામ માં વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે તાજેતર માં કોરોના મહામારી ને લઈને લોકો પોતાના   સ્વાસ્થ્ય ને લઈને ભયભીત છે ત્યારે દાંતા તાલુકાના નવાવાસ ગામ માં છેલ્લા ઘણા સમય થી દૂષિત પાણી ની નદીઓ વહે છે ગામ માં  વગર વરસાદે વરસાદ જોવો માહોલ સર્જાયો છે.
નવાવાસમા પોઝેટીવ કેસ હોવા છતાં પણ સરપંચના આંખો આડા કાન
ગામના જે મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન લોકો ની અવાર જવર વધારે પ્રમાણ માં જોવા મળે છે   ત્યાંજ આખો દિવસ દૂષિત પાણીની નદીઓ વહે છે  માર્ગ પરથી પ્રસાર થતા સ્થાનિક લોકો ને આ ગંદા પાણી માં થી પ્રસાર થવા મજબૂર બનવું પડ્યું છે.
ગ્રામ ના સરપંચ દ્વારા ગામ ની ભોળી પ્રજા સામે દૂષિત પાણી ના નિકાલ માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ સરપંચ દ્વારા આ  ગટર ના ગંદા પાણી બંધ થાય ને ગામ ની દૂષિત પાણી ની રોજિંદી સમસ્યા  દૂર થાય એવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી.
ગામ ના મહિલા સરપંચ કિરણબેન સુથાર આ બાબતે આંખ આડા કરતા સ્થાનિક લોકો માં રોષ ભભૂક્યો છે વહેલી તકે આ ગંદા પાણી ની સમસ્યા નો સરપંચ તથા તલાટી યોગ્ય નિકાલ લાવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
Contribute Your Support by Sharing this News: