વરસાદના ઝાપટાથી ઘણાં ખેડૂતોના પાકોને નુકસાન થતાં સમયસર પાક લેવા માટે ખેડૂતો ચિંતામાં 

ગરવીતાકાત, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટાંમાં જ ખેડૂતોના બાજરીના પાકનો સોથ વળી જતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. જેને પગલે હવે જે ખેડૂતોને બાજરીનો પાક લેવાનો બાકી છે તેવા ખેડૂતો દોડધામમાં પડી ગયા છે. 

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં કેટલાક ખેડૂતોના પાકોને નુકસાન ભોગવવું પડ્યું હતું. જોકે હવે જે ખેડૂતોના બાજરીનો પાક લેવાનો બાકી છે અને વરસાદ આવવાની ચિંતા છે. તેવા ખેડૂતોએ તાકીદે પાક લઈ લેવામાં આવે અને વરસાદથી પાકને નુકસાન ન થાય તે માટે પાક લેવા માટે ભારે દોડધામ કરી દીધી છે. ચોમાસાની ઋતુ દરમિયાન મોટાભાગે બાજરીના પાકને ભારે નુકશાન થવાની ભીતિ હોય બાજરીનો પાક સમયસર લઇ લેવા ખેડૂતો દોડધામ કરી રહ્યા છે.