માણાવદર મામલતદાર ઓફિસમાં આવેદન આપતા ખેડુતો
ગરવી તાકાત
ગુજરાત માં દર વરસે અતિ ભારે વરસાદ પડે છે તેમાંય ધેડ વિસ્તારનો આકાર રકાબી જેવો હોવાથી ત્યાંના ખેડૂતોના ખેતરોનુ મોટા પાયે ધોવાણ થતા વાવેલ પાક નષ્ટ થઇ જાય છે દરેક ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે મહેનત કરે છે છતા વરસાદી પાણી ખેતરોને ધોઇ નાખે છે.ધોવાઇ ગયેલ પાકના વળતર રૂપે ખેડૂતો પાકનો વીમો ઊતરાવે છે ને દર વર્ષે પ્રિમીયમ પણ ભરે છે પરંતુ સરકાર અને વીમા કંપની વચ્ચે સંકલનના અભાવે ખેડૂતોને મળવા પાત્ર વીમાની રકમ વીમા કંપની ચૂકવતી નથી. 
સને 2018 મા પણ ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ પ્રિમીયમ ભર્યા હતા તેમા થયેલા સર્વે  મુજબ પાકનું 90 ટકા ધોવાણ દર્શાવેલ છે આ સર્વે  આંકલન તે સમયે 20 ખેતરોમાં કરવામાં આવેલ હતું.ખેડૂતોને 90 ટકા વળતરને બદલે વીમા કંપનીએ માત્ર 14 ટકા વીમો પાસ કરતા આ વિસ્તાર ના ખેડૂતો માં સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે.આ અંગે આજે જન આંદોલન સમિતિ ના પ્રમુખ યોગેશભાઇ સામતભાઇ હુંબલ તથા હાર્દિક લીંબાણી , જય ભાટુ ,વગેરેએ માણાવદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
રીપોર્ટ – જીજ્ઞેશ પટેલ
Contribute Your Support by Sharing this News: