વાવના ચોથાનેસડા ગામના ખેડૂતો ને કેનાલનું પાણી ના આવતાં 200ખેડૂતો ને 400 એકર જીરાના પાક પાણી વગર સુકાવા લાગ્યો

ગમ્યું તો આગળ શેર કરો.

વાવ તાલુકાના છેવાડે આવેલ ચોથાનેસડા ગામના ખેડૂતો ની હાલત અતિડફોડી બની જવા પામી છે કેનાલો નું પાણી મેળવવા માટે કેટલાય આવેદનપત્ર કેટલીય વાર રજૂયાતો કર્યા છતાં તંત્ર ખેડૂતો ની વેદના સાંભળતું ના હોવાથી ખેડૂતો ને કરોડો રૂપિયાનું નુકશાન વેઢવાનો વારો આવ્યો છે

ચોથાનેસડાની સિમ માંથી પસાર થતી કેનાલમાં છેલ્લા 35દિવસથી પાણી મળતું નથી ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો એ જીરાનું વાવેતર કરેલ જોકે સિંચાઈ ના પાણી ના મળતાં ખેડૂતો એ આવેદનપત્ર તેમજ ભૂખહડતાલ બેસી રજુઆત કરતાં તંત્ર દ્વારા પાણી આપવાની ખાત્રી આપતાં આંદોલન સમેટયું હતું જોકે ત્યાર બાદ તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી ના છોડતાં પાકને પૂરતા પ્રમાણમાં પાણી ના મળતા પાક નિસફળ જાય તેવી તેવી પરિસ્થિતિ નું નિર્માણ થતાં ખેડૂતો ને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે વધુ માં ચોથાનેસડા ના  ખેડૂત ભીખાભાઇ પરમારે જણાવ્યું હતું કે જો પાણી નહીં આપવામાં આવે તો ના છુટકે અમારે હાઇકોર્ટે માં જવું પડશે એવી ચિમકી ઉચ્ચારી હતી.

તસ્વીર અહેવાલ વસરામ ચૌધરી થરાદ

ગમ્યું તો આગળ શેર કરો.