આ યોજના આ વર્ષ પુરતી જ લાગુ રહેશે

મુખ્ય પ્રધાન રૂપાણી આજે પ્રેસ કોન્ફરન્સન યોજી હતી.  જેમાં સીએમ રૂપાણીએ કોન્ફરન્સમાં ખેડૂતોને લક્ષીને જણાવ્યું કે ગુજરાતના ખેડુતે મગફળી એંરડા શાકભાજી અને ફળમાં ના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવ્યા છીયે અને ગુજરાતના ખેડુતો હજુ પણ વધુ મહેનત કરી રહ્યા છે. તથા તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. રૂપાણી  મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે.

ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકાર મોટી યોજનાઓની જાહેરાત કરી રહી છે. જેમાં રાજ્યના 56 લાખ ખે઼ૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજનાની સરકારે જાહેરાત કરી છે. સરકારની આ સૌથી મોટી જાહેરાત છે. 33 થી 60 ટકા વચ્ચે નુકશાન હશે તો હેક્ટરે 20 હજાર આપીશું, જ્યારે તેનાથી વધારે હશે તો 26 હજાર રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.

– ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ભરવું નહીં પડે

– 33 ટકાથી 60 ટકા નુક્સાનમાં ખેડૂતોને 20 હજાર જમા કરાવશે

– નાના મોટા તમામ ખેડૂતોને સરકાર આવરી લેશે

– વળતર ખેડૂતોના ખાતામાં સીધુ જમા કરાવશે

 – દુકાળ, અતિવૃષ્ટિમાં પણ ખેડૂતોને લાભ મળશે

– તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે

– સરકારે પાકવીમા યોજનાને બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી

– ચોમાસામાં થનારા નુક્સાનથી ખેડૂતોને સૌથી મોટો લાભ મળશે

અગાઉ 5 ઈંચ થી ઓછા વરસાદને અનાવ્રૃષ્ટી જાહેર કરવામાં આવતી હતી પરંતુ તેને વધારીને 10 ઈંચ સુધીના વરસાદને પણ અનાવ્રૃષ્ટી જાહેર કરવાની ઘોષણા સરકારે કરી છે.

મહત્વની વાત એ છે કે આ યોજનામાં ખેડૂતોએ કોઇ પ્રિમિયમ નહી ભરવુ પડે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે 33 ટકાથી 60 ટકા નુકસાન થયુ હશે તો પ્રતિ હેક્ટરે 20 હજાર રૂપિયા આપવામાં આવશે.

વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે વળતર સીધું જ ખેડૂતોના ખાતામાં જમા થશે. 60 ટકાથી વધુ નુકસાન થશે તો 25 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. 4 હેક્ટર સુધી જ ખેડૂતોને સહાય અપાશે. વાવણીનું નુકસાન થશે તો  પણ સરકાર ચુકવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ પ્રેસ કોન્ફરન્સ કુલ 14.43 મીનીટ ની હતી જેમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબ માત્ર 1.43 મીનીટ પુરતા જ આપ્યા હતા.અને આ પ્રેસકેન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને ક્રૃષી મંત્રી ચીમનભાઈ સાપરીયા પણ હાજર રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: